Delhi

શીખ ફોર જસ્ટિસના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે, શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ઑનલાઇન મીડિયાનો ઉપયોગ કરવાનો શીખ ફોર જસ્ટિસ સંસ્થા પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ, મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના ડિજિટલ મીડિયા સંસાધનોને અટકાવવા માટે ૧૮ ફેબ્રુઆરીએ ૈં્‌ નિયમો હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો. આ પહેલા ૧૮ ફેબ્રુઆરીએ ‘શીખ ફોર જસ્ટિસ’ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબી સિંહ અને અભિનેતા દીપ સિદ્ધુના મોતને રાજકીય હત્યા ગણાવતો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે દીપ સિદ્ધુની હત્યા કરાવી છે. આ પછી ગુપ્તચર એજન્સીઓ સક્રીય થઈ હતી. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના ફેસબુક વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું. ખેડૂતોના આંદોલન દરમિયાન ‘શીખ ફોર જસ્ટિસ’ના નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ સંસ્થાનો પાયો વર્ષ ૨૦૦૭માં અમેરિકામાં નાખવામાં આવ્યો હતો. જીહ્લત્નનો મુખ્ય એજન્ડા પંજાબમાં અલગ ખાલિસ્તાન બનાવવાનો છે. અમેરિકામાં વકીલ અને પંજાબ યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થી ગુરપતવંત સિંહ પન્નુ આ સંગઠનના મુખ્ય વડા છે. આ સંગઠન છેલ્લા ઘણા દિવસોથી પંજાબના લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યું છે. પન્નુએ ગણતંત્ર દિવસ પહેલા જ હિંસાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું હતું કે જાે કોઈ હિંસા થશે તો તેની જવાબદારી ભારત સરકારની રહેશે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા ગત ૨૦ ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામોની રાહ જાેવાઈ રહી છે, જે ૧૦ માર્ચે આવવાના છે. મતદાન બાદ દરેક રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ ૨૦૧૭ની સરખામણીમાં આ વખતે ગત ચૂંટણી કરતાં આઠ ટકા ઓછા મતદાનને કારણે સરકારને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ૨૦૧૭માં જ્યાં ૭૭.૪૦ ટકા મતદાન થયું હતું, ત્યારે આ વખતે માત્ર ૭૦ ટકા મતદારો જ મતદાન મથકો પર જઈને મતદાન કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *