નવીદિલ્હી
યુક્રેન પર રશિયાના હુમલાને કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો થયો છે. ઘણા રોકાણકારો આ ઘટાડાને શેરબજારમાં ખરીદવાની એક મોટી તક તરીકે જાેઈ રહ્યા છે. જાે કે ઢીિર્ઙ્ઘરટ્ઠ અને ્િેી મ્ીટ્ઠર્ષ્ઠહ ના કો ફાઉન્ડર નિખિલ કામત બજારમાં તાજેતરના ઘટાડાને સારી ખરીદીની તક તરીકે જાેતા નથી અને માને છે કે શેરબજાર એટલું નીચું નથી ગયું જે સ્તરે ખરીદી કરવી જાેઈએ. નિખિલ કામતે જણાવ્યું હતું કે “શેરબજાર હજુ સુધી એટલું ઘટ્યું નથી. બજાર લગભગ ૧૦૦ ટકા વધ્યું છે અને ત્યારથી તે ૧૨-૧૩ ટકા ઘટ્યું છે. વોલેટિલિટીની વાત કરીએ તો ૧૦-૧૨ ટકાનો ઘટાડાનો અર્થ એ છે કે હજુ થોડો વધુ ઘટાડો થશે. તે કિસ્સામાં, હું એમ નહીં કહું કે અત્યારે ખરીદી માટે આ યોગ્ય તક છે.” તેમણે કહ્યું, “ભૌગોલિક રાજકીય તણાવની વચ્ચે દર કલાકે નવા સમાચાર આવી રહ્યા છે જેની અસર બજાર પર પડી રહી છે. તેથી મને લાગે છે કે લોકોએ રાહ જાેવી જાેઈએ અને જાેવું જાેઈએ કે આ ભૌગોલિક રાજકીય તણાવ ક્યાં જાય છે. અને તેની સાથે મોંઘવારીની શું અસર આવે છે. મને નથી લાગતું કે આ સ્તરે ખરીદી કરવાનો સમય છે.” નિખિલ કામતે કહ્યું કે જાે તમે આજના ગુણાંકની સરખામણી પહેલાના કોઈપણ સમય સાથે કરો તો ૧૬,૩૦૦ની સરખામણી પણ દર્શાવે છે કે બજાર મોંઘું છે. આવા કિસ્સામાં રિસ્ક ટૂ રીવોર્ડ રેશિયોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ છે. હું કહીશ કે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમારી તરફેણમાં છે જ્યારે બજાર ૧૫ ઁઈ અથવા ૧૬ ઁઈ ની આસપાસ હોય અથવા એવું કંઈક જે અત્યારે નથી. તેથી હું કહીશ કે બજારો હજુ પણ મોંઘા છે. ” કામતે વધુમાં કહ્યું, “મને નથી લાગતું કે રશિયા અને યુક્રેન વચ્ચેનો મામલો જલ્દી ખતમ થઈ જશે. ઓછામાં ઓછા આગામી એકથી બે મહિના સુધી તેની અપેક્ષા નથી. તે સ્થિતિમાં મને લાગે છે કે બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે.” ક્રૂડના ભાવ અંગે નિખિલ કામતે જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરીમાં આવેલા બજેટમાં આપણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૭૦-૭૫ ડૉલરની ગણતરી કરી હતી. તે આજે ૧૧૦ પર છે અને એવું લાગે છે કે તે ૧૩૦-૧૪૦ સુધી ઉપર જશે. જાે આમ થશે તો આપણી રાજકોષીય ખાધ પર દબાણ નોંધપાત્ર રીતે વધશે. કદાચ તે પ, રૂપિયામાં થોડો ઘટાડો થશે તો મને આશ્ચર્ય થશે નહીં.”


