Delhi

ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે જીતી તો રોહિત શર્મા મોટો રેકોર્ડ બનાવશે

નવીદિલ્હી
ભારતીય ટીમે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ધમાકેદાર સ્ટાઈલમાં જીત મેળવી છે. હવે ૩૧ ઓગસ્ટના રોજ ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-૪ માટે ક્વોલિફાઈ થવા ઈચ્છશે. જાે ભારતીય ટીમ આ મેચ જીતશે, તો રોહિત શર્મા કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ બનાવશે અને તે મહાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૮માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારતે સતત પાંચ મેચ જીતી હતી. આવાસમયે, આ વર્ષે ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત ફોર્મમાં ચાલી રહી છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને ૫ વિકેટે હરાવ્યું હતું. હવેભારતનો સામનો હોંગકોંગ જેવી નબળી ટીમ સામે થશે. જાે ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે, તો રોહિત શર્મા એશિયા કપમાં સતત ૭ મેચજીતનારા પ્રથમ કેપ્ટન બની જશે. દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં સતત ૬ મેચ જીતી છે. પાકિસ્તાનના કેપ્ટન મોઈન ખાને પણ ૬ મેચજીતી છે. રોહિત શર્મા હોંગકોંગ સામેની મેચ જીતતાની સાથે જ આ બંને દિગ્ગજાેને પાછળ છોડી દેશે. ધોનીની કપ્તાનીમાં ભારતે ૨૦૧૦ અને૨૦૧૬માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ અત્યારે ખૂબ સારા ફોર્મમાં ચાલી રહી છે. પાકિસ્તાનની ટીમને હરાવ્યા બાદ ભારતનું મનોબળ ઘણું ઊંચું છે. ભારતે સૌથી વધુવખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ શ્રીલંકાએ પાંચ વખત એશિયા કપ જીત્યો છે. પાકિસ્તાન માત્ર ૨ વખત એશિયા કપજીતવામાં સફળ રહ્યું છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની પ્રબળ દાવેદાર તરીકે જાેવામાં આવી રહી છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *