Delhi

દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે શરદ પવારની મુલાકાત

નવીદિલ્હી
એનસીપી પ્રમુખ શરદ પવારે બુધવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી છે. આ બેઠક દિલ્હીમાં ૨૦ મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક સંસદના વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી. હાલ આ બેઠકનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠક દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક શિવસેના સાંસદ સંજય રાઉત પર ઈડ્ઢની કાર્યવાહીના બીજા દિવસે થઈ હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બેઠક મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના મુદ્દે તો નથી થઈ? આ દરમિયાન આજે સાંજે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ મીટિંગનું કારણ જણાવી શકે છે. સંજય રાઉતની સંપત્તિ જપ્ત કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ પછી સંજય રાઉતે ગઈ કાલે રાત્રે શરદ પવારના ઘરે આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી. ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી પણ ગઈ કાલે શરદ પવારના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. આ પછી આજે શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આર્થર રોડ જેલમાં છે. તેમના પર મની લોન્ડરિંગ અને ૧૦૦ કરોડની વસૂલાતના મામલામાં ઈડ્ઢ અને ઝ્રમ્ૈંની તપાસ ચાલી રહી છે. આજે સીબીઆઈએ આર્થર રોડ જેલમાંથી ૧૦૦ કરોડની વસૂલાતના સંદર્ભમાં અનિલ દેશમુખને પૂછપરછ માટે પોતાની કસ્ટડીમાં લીધા છે. એનસીપીના અન્ય એક મોટા નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિક પણ જેલમાં છે. દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં શરદ પવારના પરિવાર સામે પણ ઈડ્ઢની કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના પરિવાર સામે પણ ઈડ્ઢની તપાસ ચાલી રહી છે. ગઈકાલે ઈડ્ઢએ સંજય રાઉતની મિલકતો જપ્ત કરી હતી. તો શું આ તમામ કાર્યવાહી વચ્ચે શરદ પવાર ડેમેજ કંટ્રોલ માટે તો પીએમ મોદીને મળ્યા નથી? આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. રાજ્ય સરકાર પણ પોલીસ બળનો ઉપયોગ કરીને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવિણ દરેકર જેવા નેતાઓ સામે પગલાં લઈ રહી છે. આવી સ્થિતિમાં આ મુદ્દા પર બોલતા પ્રવીણ દરેકરે કહ્યું કે શરદ પવાર ડેમેજ કંટ્રોલમાં નિષ્ણાત છે. પરંતુ પીએમ મોદી તેમની વાતમાં આવવાના નથી. તેમણે જે પણ ર્નિણય લીધો છે, તેમાં પીછે હટ થશે નહીં.

Sharad-pawar-meets-pm-narendra-modi-at-delhi-in-parliament-prime-minister-office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *