Delhi

મહારાષ્ટ્ર ચુંટણી આયોગ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયને ચુંટણીમાં લાવવા કાર્યક્રમની જાહેરાત કરી

નવીદિલ્હી
મહારાષ્ટ્રએ એક ફેલોશિપ કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં ટ્રાન્સજેડર સમુદાયના મુદ્દાઓ પર સ્ટડી કરવામાં આવશે. દર વર્ષે ટ્રાન્સજેડર સમુદાયના બે લોકોને ૧.૫૦ લાખની ફેલોશિપ આપવામાં આવશે. આ બે ફેલોએ આ મુદ્દે રિસર્ચ પેપર રજૂ કરવાના રહેશે. ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, ‘ટ્રાન્સજેડર સમુદાયે જે પણ પ્રશ્નોનો સામનો કરવો પડે છે, તે સંબંધિત વિવિધ પાસાઓ પર ફેલોએ સ્ટડી કરવાની રહેશે. તથા તેમના રહેવાસની સ્થિતિ, જનસંખ્યા પર અભ્યાસ કરવાનો રહેશે. ઉપરાંત તેમની મદદ કરવા માટે સરકાર તરફથી કેવા પગલા લેવા જાેઈએ અને તેમના સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે રજૂઆત કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજાેના અભાવને કારણે તેમના માતા-પિતા અને સમાજ ટ્રાન્સજેન્ડરનો સ્વીકાર કરતા નથી. આ કારણોસર સરકારી યોજનાઓ, આવાસ અને ચિકિત્સા સુવિધાઓનો લાભ મળતો નથી. ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું છે કે, ફેલોએ રજૂ કરેલ રિસર્ચ પેપરની મદદથી યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં આવશે. પૂણે યુનિવર્સિટીમાં ઓગસ્ટમાં બે દિવસની કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. ટ્રાન્સજેન્ડરને મેઈનસ્ટ્રીમમાં શામેલ કરવા માટે કેવા પગલાં જાેઈએ, તે અંગે આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં શાળા, કૌશલ્ય વિકાસ, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહી શકે છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનો અને તેમના માટે કામ કરતા સામાજિક આગેવાનો ટ્રાન્સજેડરની સમસ્યાઓ અંગે રજૂઆત કરશે. જેનાથી ટ્રાન્સજેન્ડરના જીવનમાં બદલાવ આવી શકે છે. ચૂંટણી આયોગે આ અંગે વિશેષ અભિયાન ચલાવ્યું હોવા છતાં મહારાષ્ટ્રમાં માત્ર ૩,૫૨૦ ટ્રાન્સપર્સને મતદાર નોંધણીમાં નામ નોંધાવ્યું છે. ટ્રાન્સજેન્ડર સમુદાયને ચૂંટણી પ્રક્રિયામાં શામેલ કરવા માટે ઈઝ્રૈં આ પ્રકારના મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. આ સમુદાયને સમાજથી અલગ કરીને અમે ક્યારેય સફળ ન થઈ શકીએ. આ કારણોસર અમે આ મુદ્દે સરકારી વિભાગ સાથે સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છીએ. નામાંકનને સરળ બનાવવા માટે સ્વ-ઘોષણા પત્ર રજૂ કરીને મતદાર તરીકે નોંધણી કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. બૂથ અધિકારી તેમના આવાસ પર જઈને ચકાસણી કરે ત્યારબાદ ટ્રાન્સજેન્ડર સરળતાથી મતદાર નોંધણીમાં નામાંકન કરાવી શકે છે. તેમ છતાં અલગ અલગ કારણોસર ટ્રાન્સજેન્ડર સમુદાય તરફથી યોગ્ય પ્રતિભાવ આપવામાં આવતો નથી. કેટલાક ટ્રાન્સપર્સન વ્યક્તિઓ પોતાની ઓળખાણનો ખુલાસો કરવા ઈચ્છતા નથી, તેઓ પુરુષ અથવા મહિલા તરીકે ઓળખાવા ઈચ્છે છે. ટ્રાન્સપર્સન ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા ઈચ્છે છે, કારણ કે તેમનું માનવું છે કે, તેમના વિશે કોઈ વિચારતું નથી. જેથી મતદાન કરવાનો કોઈ મતલબ નથી. ઈઝ્રૈંએ શરૂ કરેલ અભિયાનથી ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ ઊભો થશે. અમે આશા રાખીએ છીએ કે, આ ફેલોશિપથી તેમના જીવન અને તેમના પ્રશ્નો વિશે જાણી શકાશે. તથા તેમના પ્રશ્નોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.ટ્રાન્સજેડર સમુદાયે મતદાર નોંધણીમાં યોગ્ય પ્રતિભાવ ન આપવાને કારણે ભારતીય ચૂંટણી આયોગ તરફથી અલગ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી ટ્રાન્સજેન્ડરને મેઈનસ્ટ્રીમમાં લાવવા માટે એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેથી તેઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *