નવીદિલ્હી
એગ્રોકેમિકલ્સ અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની હેમાની ઇન્ડસ્ટ્રીઝ તેનો ૈંર્ઁં લાવવાની છે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી રૂ. ૨,૦૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. હેમાની ઇન્ડસ્ટ્રીઝે શેરબજાર નિયમનકાર સેબી પાસે ૈંર્ઁં લાવવા માટે પ્રારંભિક પેપર્સ ફાઇલ કર્યા છે.હેમાની ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ દ્વારા રૂ. ૨,૦૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે જેમાં રૂ. ૫૦૦ કરોડનો ફ્રેશ ઈશ્યુ થશે એટલે કે નવા શેર જારી કરવામાં આવશે જ્યારે રૂ. ૧૫૦૦ કરોડના પ્રમોટરો તેમના શેર ઓફર અથવા વેચાણમાં વેચશે. કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાં સાથે કંપની તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. આ ઉપરાંત કંપની આ નાણાંનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરશે તેમજ કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ કામ માટે નાણાંનો ઉપયોગ કરશે. હેમાની ઇન્ડસ્ટ્રીઝનું ધ્યાન મુખ્યત્વે એશિયા પેસિફિક લેટિન અમેરિકા, રશિયા, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા પ્રદેશોમાં નિકાસ અને કામગીરી પર છે. કંપનીના ઉત્પાદનો ૬૦ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૧ ના ??રોજ પૂરા થયેલા અર્ધ વર્ષ માટે કંપનીની આવક રૂ. ૭૧૪.૪૦ કરોડ રહી છે જ્યારે નફો રૂ. ૧૧૨.૭૬ કરોડ હતો. જેએમ ફાઇનાન્શિયલ કોટક મહિન્દ્રા કેપિટલ ૈંર્ઁં ના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીના પ્રમોટર્સ જયેશ મોહન દામા, મોહન સુંદરજી દામા અને મીનલ મોહન દામા છે જેઓ કંપનીમાં ૧૦૦% હિસ્સો ધરાવે છે. ત્રણેય પ્રમોટરો તેમના રૂ. ૫૦૦ કરોડના શેર ૈંર્ઁં દ્વારા વેચવાની તૈયારી કરી રહ્યા છે. વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ ચેન્નાઈની પ્રારંભિક જાહેર ઓફર સબ્સ્ક્રિપ્શન માટે ખુલી છે. વેરાન્ડા લર્નિંગે રૂ. ૨૦૦ કરોડના ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. ૧૩૦-૧૩૭ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો ૈંર્ઁં ૩૧ માર્ચ સુધી ખુલ્લો રહેશે. ભારતીય શેરબજારમાં ચાલુ નાણાકીય વર્ષનો આ છેલ્લો ૈંર્ઁં હશે. આ ઓફરમાં રૂ. ૨૦૦ કરોડના નવા શેર જારી કરવામાં આવશે. ફાળવણીનો આધાર ૫ એપ્રિલે નક્કી કરવામાં આવશે, ડીમેટ ખાતામાં શેરનું રિફંડ અને ક્રેડિટ ૬ એપ્રિલથી શરૂ થશે,જ્યારે ૈંર્ઁં લિસ્ટિંગ ૭ એપ્રિલ સુધીમાં થવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૫૨ કંપનીઓએ ૈંર્ઁં દ્વારા રૂ. ૧.૧૧ લાખ કરોડ એકત્ર કર્યા છે. વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સના શેર મ્જીઈ અને દ્ગજીઈ બંને પર લિસ્ટ થશે. કંપનીએ ૈંર્ઁં પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. ૪૬.૭૫ કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ એક્સ્ચેન્જાેને જાણ કરી હતી કે તેણે એન્કર રોકાણકારોને ૩૪,૧૨,૫૦૦ ઇક્વિટી શેર્સ પ્રતિ ઇક્વિટી શેર રૂ. ૧૩૭ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવ્યા છે. એજી ડાયનેમિક ફંડ્સે રૂ. ૨૫ કરોડના મૂલ્યના ઇક્વિટી શેરો મેળવ્યા હતા. રેઝોનન્સ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે રૂ. ૧૦ કરોડના શેર ખરીદ્યા હતા અને નેક્સ્ટ ઓર્બિટ વેન્ચર્સને એન્કર બુક દ્વારા કંપની દ્વારા રૂ. ૧૧.૭૪ કરોડના શેરની ફાળવણી કરવામાં આવી હતી.


