Gujarat

*‘योग: कर्मसु कौशलम्’*

ગિરગઢડા તા
 ભરત ગંગદેવ.
ભારત વર્ષ ની ઋષી પરંપરા ને જીવંત રાખી ને વિશ્વ ફલક પર લઈ જઈ ને સમગ્ર વિશ્વ માં *યોગ સાધના* ને ગુંજતી કરી ને વર્ષ ના ૨૧ મી જુનના દિવસ ને *આંતરરાષ્ટ્રીય યોગ દિવસ* ની માન્યતા અપાવનાર દેશના યશ્વશવી વડાપ્રધાન આદરણીય  નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પહેલથી સમગ્ર વિશ્વ,ભારત દેશ,ગુજરાત રાજ્ય સહિત આજે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા માનવતા માટે યોગ’ ની થીમ સાથે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણીમ પાર્ક (સેન્ટ્ર વિસ્ટા) ખાતે મુખ્ય કાર્યક્રમના આયોજન થકી કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  હિતેષભાઈ મકવાણા,ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ,સ્ટે. ક.ચેરમેન  જશવંતભાઈ પટેલ,મ્યુ.કમિશનર  ડૉ. ધવલ પટેલ,ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ  રુચિરભાઈ ભટ્ટ,દંડક શ્રીમતિ તેજલબેન નાઈ,ના.મ્યુ.કમિશનરશ્રી ડૉ.પી.ડી.માનસાતા મેડમ,
ના.મ્યુ.કમિશ્નરશ્રી કેયૂર જેઠવા,મહામંત્રી  ઓ ગૌરાંગભાઈ પટેલ,ધર્મેન્દ્રસિંહ વાઘેલા,કનુભાઇ દેસાઇ મંચસ્થ ઉપસ્થિત રહેલ.તેઓ   ના હસ્તે શુભ દિપપ્રાગટ્ય સહ પ્રાર્થના સાથે કાર્યક્રમ નો શુભારંભ થયેલ.મંચસ્થ મહાનુભાવઓ નું અધિકારીગણ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ને સ્વાગત કરાયેલ. માન.મેયર  દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન દ્વારા સર્વે ને યોગ અને તેના ફાયદા વિશે માર્ગદર્શન પુરૂ પડાયેલ.ત્યારબાદ રિવરફ્રન્ટ,અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના કાર્યક્રમથી માન.મુખ્યમંત્રી આદરણીય  ભુપેન્દ્રભાઈ પટેલ તથા કર્ણાટક ખાતેથી દેશ કક્ષા ના કાર્યક્રમથી વડાપ્રધાન આદરણીય  નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સંબોધન ના જીવંત પ્રસારણ નો લ્હાવો લઈ સર્વે માર્ગદર્શન મેળવેલ.ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોચ & કો-ઓર્ડીનેટર ભાવના જોશી તથા મુખ્ય યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ આસનો ના યોગ કરાવેલ.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન માસ્ટર એંકર વિનોદકુમાર ઉદેચા દ્વારા કરાયેલ તે બદલ સર્વેએ અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમ માં સવિશેષ મહુવા,સુરત ના માન.ધારાસભ્ય  મોહનભાઇ ઢોડિયા,મ્યુ.કાઉન્સિલરશ્રીઓ સહિત અધિકારીગણ તેમજ કર્મચારીગણ,નગરજનો,
સ્વૈચ્છિક,ધાર્મિક,સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ,શાળાઓના સંચાલકમંડળો,શિક્ષકશ્રીઓ,વિધાર્થીઓ સહિત ૫૦૦૦ થી વધુ યોગ ઈચ્છુકોએ ભાગ લઇ યોગ કરી ને કાર્યક્રમ ને સફળ બનાવેલ
Attachments area

IMG-20220621-WA0519.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *