Gujarat

અંકલેશ્વરમાં ચોરોનો તરખાટ ઃ મકાનમાંથી ૧.૮૬ લાખની ચોરી

અંકલેશ્વર
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર રામેશ્વર વીલા સોસાયટી માં રહેતા અને મૂળ સજાેદ ગામના નિલેશ રમણભાઈ પટેલ ગત તા ૧૭ મી જૂન ના રોજ નાઈટ માં નોકરી પર ગયા હતા અને તેમનો પરિવાર મકાનના ઉપરના માળે સૂતો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના મકાન ને નિશાન બનાવી મકાન ના પાછળ ના દરવાજા નો નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજાેરી તોડી તેમાંથી રોકડા રૂપિયા ૧૦ હજાર અને ૧.૭૬ લાખની કિંમત ના દાગીના મળી કુલ રૂપિયા ૧.૮૬ લાખ ની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ,આ ચોરી અંગે નિલેશ પટેલ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એ એફ.એ.એલ ડોગ સ્કોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ ની મદદ થી ચોરી નું પગેરું મેળવવાની તજવીજ શરુ કરી હતી.અંકલેશ્વર ની હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટી માં એક મકાન માં ૧.૮૬ લાખ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક નોકરી પર ગયા હતા અને પરિવાર ઉપરના માળે સૂતો હતો. તસ્કરો એ મકાન ના પાછળ ના ભાગ ના દરવાજા નો નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો ઃ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.

1.86-lakh-stolen-from-a-house.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *