અંકલેશ્વર ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ માટે સેવાભાવી લોકો દ્વારા રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ અર્થે શ્રાદ્ધનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સેવા કાર્યકરો હાજર રહ્યા હતાં.
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે 5 વર્ષોથી પિતૃઓને શ્રાદ્ધનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રેલવે સ્ટેશન ઉપર તેમજ રેલવે સ્ટેશનના અનેક વિસ્તારમાં મોતને ભેટેલા લોકો માટે પિત્તુસાદ અર્પણ વિધિનો કાર્યક્રમ કરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સનાતન ધર્મમાં પિતૃઓને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃતર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે. સર્વપિતૃના સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને બધ ભેગા લોકોએ પિતૃતર્પણમાં બેસી તર્પણની વિધિ કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે પૂજન અર્ચના કરી 100 થી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જશવંતસિંહ ભીમસિંહ, પપ્પુ સિંહ સુખદેવ વસાવા જગદી પટેલ, હરેશ પરમાર હાજર રહ્યા હતા.
Attachments area


