ગુજરાત રાજ્યમાં જેલ માતાના કર્મચારી/અધિકારીઓને પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવેલ છે.
ગૃહ વિભાગ અંતર્ગત પોલીસ વિભાગ તથા જેલ વિભાગ પણ આવે છે.તથા અનામ,આમ, SRPF તથા જેલ વિભાગની ભરતી પ્રક્રિયા પણ એક જ હોય તેમ છત્તા જેલ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થાથી કેમ બાકાત રાખવામાં આવેલ છે.
પોલીસ વિભાગની જેમ જ જેલ વિભાગના કર્મચારીઓની ફરજ ૨૪ કલાકની હોય છે. તથા આવશ્યક સેવાઓમાં સામેલ કરેલ છે.તેમ છતાં પગાર ભથ્થામાં વિસંગતતા કેમ
જો જેલ વિભાગના કર્મચારીઓની પોલીસ વિભાગમાં સમાવેશ ન થતો હોય તો યુનીયન બનાવવાની પરવાનગી આપવામાં આવે
અન્યથા ઉપરોક્ત મુદાઓમાં જેલ વિભાગના કર્મચારીઓને ન્યાય ન મળે તો આગામી તા.૨૮/૦૯/૨૦૨૨ ના દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન માટે રજા પર ઉતરવાના હોય. જેથી આપની કક્ષાએથી યોગ્ય થવા વિનતી છે.ત્યારે આજ રોજ અમરેલી કલેકટર સાહેબ ને અમરેલી જેલ વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં એકત્રીત થઈ ને રજૂઆત કરી યોગ્ય ન્યાય આપવા આવેદન પત્ર પાઠવ્યું હતું…..
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી


