*અંબાજી નો યુવાન બેંગ્લોરમાં રનીંગ કરશે.*
યાત્રાધામ અંબાજી ખાતે ઘણા યુવાનો પોલીસ આર્મી તથા જુદી જુદી સરકારી ભરતીઓ ની તૈયારી કરતા હોય છે તેમની સાથે તૈયારી કરતો એક યુવાન જેનું નામ છે રાજપૂત અનિલસિંહ જે TRB જવાન તરીકે હાલ અંબાજી ખાતે ફરજ બજાવે છે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની કોલેજમાં હાલ અભ્યાસ પણ ચાલુ છે રાજપૂત અનિલસિંહ ને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.પાટણ દ્વારા નેશનલ યુનિવર્સિટી ગેમ્સ બેંગ્લોરમાં રનીંગ કરશે રાજપૂત અનિલસિંહ તે અગાઉ પણ રનીંગમાં ઘણી વખત સિદ્ધિ પ્રાપ્ત કરી છે રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સ ભોપાલ 100 મીટર રનીંગ માં બ્રોન્ચ મેડલ જીત્યો હતો અને આઝાદી કા અમૃત મહોત્સવ, ઝડપી 200 મી રનીંગ 23 સેકન્ડમા પૂર્ણ કરી હતી તેમની આ મહેનત જોઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.પાટણ દ્વારા નેશનલ યુનિવર્સિટી ગેમ્સ બેંગ્લોર માં સિલેક્ટ કરવામાં આવ્યા છે રાજપુત અનિલસિંહ અંબાજી મેદાન GMDC ગ્રાઉન્ડ થી રનીંગ ની શરૂઆત કરી હતી હવે તેમની રનીંગ ઉડાન ક્યારે પૂર્ણ થશે તે તેમની મહેનત ઉપર જાય છે હવે અંબાજી નો યુવાન બેંગ્લોરમાં દેખાશે.
@@ *રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સ ભોપાલ 100 મીટર બ્રોન્ચ મેડલ જીત્યો હતો* @@
આઝાદી કા અમૃત મહોત્સવ, ઝડપી 200 મી 23 સેકન્ડમા પૂર્ણ કરી
રાજપુત અનિલસિંહ અંબાજી ખાતે મેદાન GMDC ગ્રાઉન્ડમાં હંમેશા રનીંગ માં પ્રથમ આવે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


