Gujarat

અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે

અમદાવાદ
અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓ હશે, જે તાવ શરદી-ખાંસીની મેડિકલમાંથી દવા લઇ લેતા હશે. એવામાં જાે શહેર-જિલ્લામાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો આવા અનેક શંકાસ્પદ દર્દીઓને ટ્રેસ કરી શકાય છે અને કોરોના પોઝિટિવ દર્દી શોધીને ત્રીજી લહેરના વધતા સંક્રમણને શહેર-જિલ્લામાં ઘટાડી શકાય છે.અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઇકાલે અમદાવાદમાં ૧૦ હજારથી વધુ ટેસ્ટની સામે ૨૩૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એ જાેતાં અમદાવાદનો પોઝિટિવિટી રેટ ૨૨ % છે. આ રેટ પરથી જાણી શકાય છે કે અમદાવાદમાં દર ૪ ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ૨૨ ટકાએ પહોંચી ગયો છે, જે ચિંતાજનક બાબત છે. છેલ્લા બે દિવસ, એટલે કે ૬ અને ૭ જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર-જિલ્લામાં કરવામાં આવેલા ટેસ્ટ અને નોંધાયેલા કેસની સરખામણી કરવામાં આવી છે. ૬ જાન્યુઆરીએ અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૭૧૩૩ ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ૧૮૬૨નો રિપોર્ટ પોઝિટિવ હતો, એટલે કે એક દિવસમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ ૧૦.૮૭ હતો, જ્યારે ૭ જાન્યુઆરીએ પોઝિટિવિટી રેટમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. ૭મીએ કુલ ૧૦૩૮૫ ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ૨૩૧૧ કોરોના પોઝિટિવ હતા અને ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ ૨૨.૨૫ ટકા હતો.

COVID-19-Bomb.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *