અમદાવાદ
ડો. અમીન ગત ૩૦ માર્ચના રોજ વરના કારમાં પરિવાર સાથે બાગબાન પાર્ટી પ્લોટ નજીક ઓવરબ્રિજ થઈને ઝાયડસ હોસ્પિટલ રોડ તરફ જતા હતા. ત્યારે અચાનક હારમોની કોમ્પ્લેક્સ સામે ચાર અજાણ્યા શખ્શોએ ગાડીની આગળ અને પાછળ સ્કૂટર ઊભું રાખી દીધું. શખ્સોએ આ બાદ કારનો દરવાજાે ખોલી તેમને હાથ ખેંચીને સીટમાંથી બહાર કાઢ્યા અને એક માણસ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી કાર લઈ જવાનો પ્રયત્ન કર્યો. ડો. અમીને કારની ચાવી ન આપતા શખ્સોએ મારામારી અને ગાળાગાળી કરી પોતે ક્રાઈમ બ્રાન્ચના માણસો છે તેવું જણાવ્યું. જાેકે બાદમાં ખબર પડેલી કે આ ચારે માણસો એક્સિસ બેંક બારડોલી તરફથી આ ગાડી ખેંચવા માટે મોકલવામાં આવેલા છે અને તેઓ શ્રુતિ કલેક્શન દરિયાપુર ખાતે આ નામની કંપનીના માણસો છે. હકીકતમાં સુરતના એક વેપારી જીગ્નેશ દલાલે ડો. અમીનના પત્ની પાસેથી ૨૦૦૧માં બિઝનેસ માટે ૩ કરોડ રૂપિયા લીધા હતા. જેના બદલામાં વેપારીએ ૫૦ લાખ રોકડ તથા ૧૫-૧૫ લાખની વરના અને ક્રેટા કાર આપી હતી અને બાકીની રકમના ચેક લખી આપ્યા હતા. જાેકે આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા, અમદાવાદની મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ નીચે ૧૧ ફોજદારી કેસો નોંધાવેલ છે, જે કોર્ટમાં પેન્ડિંગ છે. જાેકે વેપારીએ છળકપટથી વરના કારની આર.સી બુક સહિતના કાગળ પોતાની પાસે રાખીને બારોબાર કાર પર લોન લઈ લીધી હતી અને તેના હપ્તા ન ભરાતા કારને લેવા માટે બેંક દ્વારા માણસો મોકલવામાં આવ્યા હતા. વેપારીએ જાણી જાેઈને કેસ કર્યાનો બદલો લેવા માટે કાર પર હપ્તા ભરવાનું બંધ કરી દઈ બેંક દ્વારા ગાડી જપ્ત કરાવવાની કાર્યવાહી કરાવી છે. જેથી તેમની પાસેથી કાર જતી રહે અને તેમને આર્થિક નુકસાન થાય. નિવૃત ડીએસપીએ તેમને અંધારામાં રાખીને કાર પર લોન લેઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની તથા અજાણ્યા ચાર ઈસમો સામે ધાકધમકી આપવા, કાર પડાવવાના પ્રયાસ કરવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.ગુજરાતમાં એક સમયે સતત ચર્ચામાં રહેલા પોલીસ અધિકારી ડોકટર એન.કે અમીન ફરી ચર્ચામાં આવ્યા છે. ડોકટર એન.કે અમીન ડીએસપી તરીકે નિવૃત થયા બાદ વકીલાત કરે છે. તાજેતરમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેમની કાર આંતરીને કેટલાક શખ્સોએ મારઝૂડ કરી ગાળો બોલી હતી. એટલું જ નહીં તેમની કાર લઈને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ પોલીસને કરતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડોકટર એન.કે અમીનની પત્ની પાસે ૨૦૦૧માં સુરતના વેપારીએ કરોડો રૂપિયા લીધા હતા, તેના બદલામાં કાર આપી હતી. આ કાર રૂપિયાના દેવામાં વાળી લેવામાં આવે તેમ જણાવ્યું હતું, પણ ઉછીના પૈસા લેનારે કાર પર લૉન લઈ રૂપિયા પરત ન કરતા લૉનના હપ્તા ચડી ગયા હતા. જે અંગેની છેતરપીંડીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ બનાવ અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
