Gujarat

અમદાવાદમાં મરી જવાની ધમકી આપતી યુવતીનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક મહિલાએ પોતાની દિકરીને સમજાવવા માટે અભયમ હેલ્પલાઈનને કોલ કર્યો હતો. આ કોલને આધારે ૧૮૧ની ટીમ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું હતું કે, મહિલાની દીકરી અવારનવાર ઘરની બહાર નીકળી જાય છે. તેમજ આત્મહત્યા કરવાની ધમકીઓ આપે છે. તે ત્રણેક દિવસથી જમી પણ નથી. અભયમની ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરતાં તેણે પહેલાં તો કંઈજ જણાવ્યું નહોતું. બાદમાં તેમણે તમામ માહિતી ગુપ્ત રાખવા અને ઘરમાં પણ નહીં જણાવવા વિશ્વાસ અપાવવાનું કહેતાં જ પોતાની વ્યથા વર્ણવી હતી. છેલ્લા ૪ વર્ષથી તેને એક છોકરા સાથે સંબંધ છે. બંને જણાએ લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું. પરંતુ એક વર્ષ પહેલાં જ તે છોકરાએ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતાં. તે છતાંય બંને વચ્ચે સંબંધ છે. આ છોકરાએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તારા લગ્ન ના થાય ત્યાં સુધી હું તારો સાથ આપીશ. પરંતુ આ છોકરો ત્રણ દિવસ પહેલાં તેના પરિવાર સાથે મને અને મારી માતાને મળ્યો હતો. અમારા ચાર વર્ષના પ્રેમ સંબંધનો આરોપ તેણે મારી ઉપર નાંખ્યો હતો. આ છોકરાએ એવું પણ કહ્યું હતું કે, છોકરી જબરદસ્તીથી સંબંધ નિભાવવા મને ટોર્ચર કરે છે. આ બાબતે દીકરીને અતિશય લાગી આવ્યું હતું અને તેણે જેની પર વિશ્વાસ કર્યો તેણે જ આવો વિશ્વાસઘાત કર્યો હતો. જેથી તે જીવવા માંગતી નહોતી. બીજી તરફ પરિવારમાં માત્ર માતાને જ આ બાબતની જાણ હોવાથી તે કોઈ કાનૂની કાર્યવાહી કરવા માંગતાં નહોતાં. હેલ્પલાઈને તમામ બાબતો જાણીને પીડિતાને સમજાવી હતી. કોઈ પણ પ્રકારની મુસીબતોથી ભાગવું એ સોલ્યુશન નથી. અભયમની ટીમે પીડીતાને એવું પણ સમજાવ્યું હતું કે, હવે બધુ ભુલીને આગળ વધવું જાેઈએ. જેથી પીડિતાએ અભયમની ટીમના કહેવાથી માન્યુ હતું કે, તે હવે બઘુ ભુલીને આગળ વધશે અને મરવાનો વિચાર નહીં કરે. તે ઉપરાંત તે માતાપિતાના કહેવા પ્રમાણે જ લગ્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *