થોડા સમય પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલમાં મારામારી થયેલ હોય જેમાં સિવિલ હોસ્પીટલના સિક્યુરિટી ગાર્ડના યુવાનને રહે અમરેલી હાલ ફરજ અમદાવાદના DYSP સાગર રાઠોડ દ્વારા માર મારવામાં આવ્યો હોય જેમાં પોલીસ કર્મીઓ ૧૦ થી ૧૫ લોકોએ તે યુવાનને ઘેરીને માર મારવામાં આવ્યો અને સીસીટીવી કેમેરામાં પણ તે પોલીસ કર્મીઓની પહેચાન થઇ શકે તેમ હોય તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ અમલવારી કરવામાં ન આવતી હોય અને હાલ જે યુવાનને માર મારવામાં આવ્યો હોય તે હજી હોસ્પીટલમાં દાખલ છે આ યુવાનને ન્યાય મળી રહે તે માટે દલિત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.આ આવેદનમાં દલિત સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


