Gujarat

અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાખ થયો

અમરેલી
અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ આગસ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. જાેકે, આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ફાયક વિભાગે તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે, આ પૂર્વે ગોડાઉનનો સમગ્ર માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જાેકે, હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરાઇ છે. જે તપાસ બાદ સાચુ કારણ સામે આવશે. ગોડાઉનના માલિક સુનિલ પરમારના કહેવા પ્રમાણે મોટાભાગના લાકડા બળી ગયા છે અને ફાયર વિભાગની ટીમ ગણતરીની મિનિટોમાં પહોંચી જતા આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શક્યા છીએ.અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરનું મોટું લાકડાનું ગોડાઉન આવેલું છે. અહીં વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે, ફાયર વિભાગની ટીમ પહોંચે તે પૂર્વે ગોડાઉનનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *