વિક્રમ સાખટ રાજુલા
અમરેલી એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અમરેલી દ્વારા જિલ્લાના બેરોજગાર બહેનો તેમજ ભાઈઓ માટે વિના મૂલ્યે નિવાસી તાલીમ આપવામાં આવે છે અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ.તાલીમ સંસ્થા દ્વારા બહેનો ને વિવિધ પ્રકારની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે તે સંસ્થાનો મુખ્ય હેતુ બેરોજગારી દૂર કરી જરૂરીયાતમંદ લોકોને રોજગારી મેળવી તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.અને ખાસ તો મંડળો સાથે જોડાયેલ બહેનો ગ્રુપમાં પણ એક સાથે કામ કરી ને પોતાનો ગૃહઉદ્યોગ સ્થાપી શકે તેવા ઉમદા હેતુથી બહેનો તેમજ ભાઈઓ વઘુમાં વઘુ તાલીમનો લાભ લઈને સાચા અર્થમાં આત્મનિર્ભર બને એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે, સંસ્થા દ્વારા નવતર પ્રયોગ દ્વારા સાવરકુંડલાના છાપરી અને મેરિયાણા ગામમાં મનરેગા યોજનાનાં રાહત કાર્યમાં લાભાર્થીને એસબીઆઈ આરસેટી દ્વારા ચાલતા જુદા જુદા તાલીમ કાર્યક્રમોની માહિતી આપી તથા ડિજિટલ નાણાકીય સાક્ષરતા તથા વીમા યોજનાની માહિતીથી વાકેફ કરવામાં આવ્યાં . આ કાર્યક્રમનું સંચાલન આરસેટીના ફેકલ્ટી ફિરોજભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.


