અમરેલી
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા સંદીપ અરજણભાઇ વણજારાનામના વ્યક્તિએ ફરિયાદ લખાવેલી હતી કે, પોતાને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને બન્ને ઘરેથી ભાગી ગયા હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા માણસોએ ગુનાહિત કાવત્રુ રચી ફોરવ્હીલ ગાડી નં. (ય્ત્ન-૧૬-છછ-૯૦૦૩) તથા એક અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં પોતાના માસાના ઘર નજીક આવી પોતાને તથા પ્રેમિકાને બળજબરીથી અલગ અલગ ફોરવ્હીલમાં બેસાડી પોતાનું તથા પ્રેમિકાનું અપહરણ કરી લઇ જઇ પોતાને રસ્તામાં માર મારી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. એક બીજાની મદદગારી કરી કરતા આ બાબતે ફરિયાદ લખાવતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અમરેલી તાલુકા અલગ અલગ ગુનાની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો તેનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

