પ્રમુખ તરીકે અતુલપુરી ગોસાઈની વરણી
અમરેલી : અમરેલી શહેરમા સમસ્ત સાધુ સમાજને સંગઠિત કરવા તેમજ સમાજના વિકાસ, ઉત્કૃષ્ટ, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યો કરવાના હેતુથી ત્રિપાંખ સાધુ સમાજના કાર્યકર ભાઈઓએ ત્રિપાંખ સમાજની બેઠક બોલાવી અને ત્રિપાંખ યુવા સંગઠનની સ્થાપના કરી છે. જેમા અમરેલી સાધુ સમાજના વડીલો નટવરગીરી મેઘનાથી,વિનયકુમાર હરીયાણી, ભરતભાઈ દુધરેજીયા,અમુભાઈ રામાવત,જે.સી. નિમાવત, ટોમભાઈ અગ્રાવત, હીંમતભાઈ મેસવાણીયા, દિલિપભાઈ દેવમુરારી અને નરેન્દ્રગીરી ગોસ્વામીની કોર કમિટી તથા યુવા કાર્યકર અતુલપુરી ગોસાઈની પ્રમુખ, કમલેશભાઈ લશ્કરી અને મુકેશભાઈ ગોંડલીયાની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તથા જીતુભાઈ ચરણદાસની મંત્રી તથા હરેશગીરી ગોસાઈ (તપોભુમી) અને સુરેશભાઈ ગોંડલીયાની સહમંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તથા ભાવેશભાઈ અગ્રાવત, પંકજભાઈ દેવમુરારી, દિનેશભાઈ બાવનીયા, ઉપેન્દ્રગીરી ગોસાઈ, કલ્પેશપુરી ગોસાઈ, નરેશગીરી ગોસાઈ, અનિલબાપુ દેસાણી, મહેશભાઈ સરપદડીયા અને મુકેશભાઈ વી. ગોંડલીયાની કારોબારી સભ્યો તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી સાથે સાથે આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવતી મીટીંગમા બાકી રહેતા હોદાઓ અને નવા કારોબારી સભ્યોનો ઉમેરો કરવો એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું આ બેઠકમાં જયદીપગીરી ગોસાઈ,વિમલગીરી ગોસાઈ,પરેશગીરી ગોસાઈ,શીશીરભાઈ દેવમુરારી, દિપકકુમાર ટીલાવત, પરશુરામભાઈ નિમાવત, નરેન્દ્રભાઈ રામદેવપુત્રા, વિમલભાઈ રામદેવપુત્રા, રૂજુલભાઈ ગોંડલીયા, જયેશભાઈ મેસવાણીયા, મુકેશભાઈ ગોંડલીયા, નિલેશભાઈ સરપદડીયા, ભરતભાઈ ગોંડલીયા, ચેતનભાઈ ગોંડલીયા, સંજયભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ હરીયાણી, કૌશિકભાઈ ગોંડલીયા, જીતેન્દ્રભાઈ ગોંડલીયા, અનિલભાઈ દેસાણી, હરગોવિંદભાઈ દેસાણી, ભરતભાઈ એમ. ગોંડલીયા અને અનિલભાઈ દુધરેજીયા સહિત સમસ્ત સાધુ સમાજના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.
*ત્રિપાંખ યુવા સંગઠન અમરેલી*
પ્રમુખ તરીકે અતુલપુરી ગોસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેમને સર્વત્ર આવકાર મળી રહ્યો છે સમસ્ત સાધુ સમાજમા અને અતુલપુરીના મીત્ર વર્તુળમા ખુશીની લહેર વ્યાપી છે કારણ કે કામ કરતી વ્યક્તની યોગ્ય પસંદગી કરવામાં આવી છે આખી ટીમ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્રિપાંખ યુવા સંગઠન અમરેલીના પ્રમુખ અતુલપુરી ગોસાઈ કે જેઓ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, આરએસએસના સ્વયંમ સેવક, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર, અખીલ ભારતીય દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રકોષ્ઠના મહાસચીવ, શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલીના અધ્યક્ષ,
દશનામ દર્શિત ન્યુઝ પેપરના તંત્રી,
શ્રી મંદિર પુજારી મહાસભા ગુજરાતના સ્થાપક અધ્યક્ષ, અતીત યુવા ગૃપ અમરેલીના સ્થાપક અધ્યક્ષ છે આટલી જવાબદારી ઉપરાંત વધુ એક જવાબદારી સાથે અતુલપુરીની યશ કલગીમા વધુ એક પીછું ઉમેરાયું છે. અમરેલી સમસ્ત સાધુ સમાજના યુવા સંગઠનમાં અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા છે અને સમસ્ત સાધુ સમાજનું ગૌરવ વધાર્યુ છે. અતુલપુરી ગોસાઈએ જણાવ્યું હતું કે મને ત્રિપાંખ યુવા સંગઠન અમરેલીના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે તેમા અમારૂ યુવા સંગઠન સમાજને શિક્ષણ આરોગ્ય સંસ્કૃતિ પરંપરા અને રાષ્ટ્રને લગતી કામગીરી કરી અમારા ત્રિપાખ સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરશે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


