Gujarat

અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારનાં અનડીટેક્ટ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી

અમરેલી સીટી સર્વેલન્સ ટીમ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાંઅગાઉ બનેલ ચોરીના ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓની ઉંડાણપુર્વક અભ્યાસ કરી આવા ગુન્હાઓની ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૦૬/૦૭/૨૦૧૨ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે. ગુન્હા રજી.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૫૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦,૧૧૪ મુજબનો ગુન્હો અનડીટેક્ટ હોય, અને સદરહું ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અનુસંધાને સદરહું ગુન્હામા સંડોવાયેલ આરોપી શંકાના આધારે હકિકત વર્ણન વાળી બે સ્ત્રી ઈસમોને ઝડપી પાડેલ અને મજકુર સ્ત્રીઓની પુછપરછ દરમિયાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાત આપેલ છે.
પકડાયેલ આરોપી
(૦૧) હંસાબેન વા/ઓ મુકેશભાઇ બાબુભાઇ સોલંકી ઉ.વ.૪૫ ધંધો-મજુરી (૦૨) રમાબેન વા/ઓ મનોજભાઇ મુકેશભાઇ સોલંકી ઉ.વ.૨૩ ધંધો ધરકામ રહે બંન્ને વડીયા સદગુરૂનગર મુળ ગામ-તોરી તા.વડીયા જી.અમરેલી
રીકવર કરેલ મુદામાલ
(૧) સોનાની બુટી નંગ-૦૪ કિ.રૂ.૨૪,૬૦૦/- (ર) કાનમાં પહેરવાની નકલી નંગ-૪ કિ.રૂ.૧૧,૦૦0/
મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે અમરેલી સીટી.પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે.
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારનાં અનડીટેક્ટ ચોરીનાં ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમને સફળતા મળેલ છે.
રીપોટોર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220706-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *