Gujarat

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક-દિન અનુસંધાને સઘન વાહન ચેકીંગ, તથા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આઘારે લીલીયા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* તથા *ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓએ જીલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક-દિન નિમિત્તે જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, લીલીયાથી કણકોટ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ એક લીમડા પાસે એક ઇસમ ઉભો છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર (અગ્નિશસ્ત્ર) છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
✨ *પકડાયેલ આરોપી* ✨
1️⃣નદીમ ગફારભાઇ બેલીમ ઉ.વ. ૩૪, ધંધો.મજુરી, રહેવાસી-અમરેલી મોટા કસ્બાવાડ, જુમા મસ્જીદ પાસે  તા.જી.અમરેલી
 ✨  *કબ્જે કરેલ મુદ્દામાલ* ✨
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* કિ.રૂા. ૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* તથા *ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ *એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220123-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *