કોરોના મહામારી બાદ ફિટ ઇન્ડિયા કોન્સેપ્ટ અંતર્ગત આજનો યુવા મોબાઈલ ગેમ માંથી રિયલ ગેમ તરફ આકર્ષાય અને શારીરિક ફિટ રહે સાથે રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી પણ બનાવી શકે તેમજ સરકાર દ્વારા કરાતા ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયામાં ભાગ લઈ રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષા એ નામના મેળવી શકે તે માટે નગરના ખેલાડીઓને એક પ્રાથમિક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર નગરના નટવરપુરાના યુવાનો એ એક સ્પોર્ટ્સ કલબની સ્થાપના કરી તારીખ 5 અને 6 એમ બે દિવસીય નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું,જેમાં નગરની 5 ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે નગરના ખેલાડીઓનો પ્રોત્સાહન પૂરું પાડવા સમગ્ર સ્પર્ધા દરમિયાન નગરના યુવા નગરપાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા ઉપસ્થિત રહયા હતા, નગરના પ્રથમ નાગરિક તરીકે વિવિધ રમતોમાં રુચિ ધરાવતા ખેલાડીઓ માટે આગામી દિવસોમાં અન્ય રમતો માટેની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે અને છોટાઉદેપુર જેવા છેવાડાના ગામના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવા પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


