Gujarat

આજરોજ માન. વિરોધપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ સુરત જી.આઈ.ડી.સી. સચિનમાં વિશ્વાપ્રેમ મીલ પાસે ટેન્કરમાંથી ખાડીમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરાતા કેમિકલના કારણે શ્રમજીવીઓ મૃત્યુ પામેલ તે સ્થળની મુલાકાત લીધી હતી.

રિપોર્ટર: ભાવેશ વાઘેલા.

આ ઘટનામાં 23 જેટલા ઇજાગ્રસ્ત લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ખબઅંતર પૂછ્યા હતા તેમજ આ ગમખ્વાર દુર્ઘટના મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ મીડિયા સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે આ ઘટના જે લોકો સામેલ હોય એ તમામ સામે કાયદેસરના પગલાં લઇ સખ્ત માં સખ્ત સજા મળે અને ભોગ બનનારના સ્વજનોને પણ યોગ્ય વળતર મળે એ માટે સરકારે સત્વરે પગલાં લેવા જોઈએ, વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના થવા પાછળ જે કોઈ અધિકારી જવાબદાર હોય એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેમાં પોલીસ વિભાગ હોઈ કે પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ હોય તમામ સામે પગલાં લેવામાં આવે અને ભોગ બનાનારાઓને ન્યાય ત્વરિત મળે તે માટે પગલાં લેવા સરકારને જણાવ્યું હતું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220108-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *