રામદેવપીર મંદિર ના પટાંગણમાં ઢળતી સાંજે યોજાયેલ ભવાઈ કાર્યક્રમ માં મનોરંજન નાં રસપ્રદ માધ્યમથી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે ખુબ સરસ રીતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી..
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ભવાઈ કાર્યક્રમ બાદ જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ ટીબી રોગ ના લક્ષણો, તપાસ અને સારવાર તેમજ ટીબી રોગ ના દર્દીઓ સારવાર ઉપરાંત જરુરી પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે સરકાર દ્વારા મળતી દર મહિને પાંચસો રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માં આવતી નિક્ષય પોષણ સહાય વિશે પણ વાત કરી હતી તેમજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ૨૦૨૫ સુધી માં દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટે કરેલા આહવાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે સમુદાય માંથી ટીબી રોગ ને નાબૂદ કરવા માટે ટીબી રોગ વિશે જાગરુકતા થકી ટીબી રોગ નાં લક્ષણો ધરાવતી વ્યક્તિ ની જલ્દી ઓળખ કરી જરૂરી નિદાન અને સમયસર અને નિયમિત સારવાર સાથે જનભાગીદારી પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું , આ પ્રસંગે છોટાઉદેપુર શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો ધર્મેશ રાઠવા, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા,સ્થાનીક નગરપાલિકા સદસ્ય ધનજીભાઈ રોહિત, સ્થાનીક આગેવાન ગોવિંદભાઈ હરીજન, સુરેશભાઈ હરીજન તથા ખુબ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી ભવાઈ કાર્યક્રમ નાં મનોરંજન સાથે ટીબી રોગ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
ભવાઈ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના અશ્વિનભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પ્રવિણભાઇ બારીયા તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર નાં એસઆઈ રાજેશભાઈ રાઠવા દ્વારા ખુબ સરસ આયોજન કરાયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

