|
સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આવતીકાલે વિશ્ર્વ સિંહ દિવસ.. આમ તો અને આ દિવસને વિશ્ર્વ સિંહ દિવસ તરીકે ઉજવીને સિંહપ્રેમીઓ તો વિશ્ર્વમાં સિંહની અગત્યતા અને સિંહની આવશ્યકતા પણ દર્શાવે છે. આમ જોઈએ તો સિંહ એ આગવી અસ્મિતા ધરાવતું પ્રાણી છે. સિંહ સંસ્કૃતિક, ધાર્મિક અને એક અનોખી ઓળખ ધરાવે છે. અને એટલે જ કહેવાય છે કે ભાઈ તું તો સિંહ જેવો છે.. મર્દાનગી અને બહાદુરીના પ્રતિક તરીકે સિંહની ગણના થાય છે. એમાં પણ એશિયાટિક સિંહની તો વાત જ શું કરવી.. ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે એ કુદરતી વિસ્તારમાં વિહરતાં સિંહની એક અલગ છટા અને ઠાઠમાઠ જોવા મળે છે. તેનાં સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિકોનો ફાળો ખૂબ મહત્વનો જોવા મળે છે. ગુજરાત સરકારના વન વિભાગ અને સ્થાનિક એન. જી. ઓ. દ્રારા સિંહનું મહત્વ અંગે લોકજાગૃતિ પણ દિનપ્રતિદિન વધતી જોવા મળે છે. ભારતમા વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ૨૦૧૬ થી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એન. જી. ઓ. ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, અને ગ્રામજનોની લોકભાગીદારીથી કરવામાં આવે છે. ૨૦૧૬ માં ૫.૪૬ લાખ, ૨૦૧૭ માં ૮.૭૬ લાખ, ૨૦૧૮માં ૧૧.૦૨ લાખ, ૨૦૧૯ માં ૧૧.૩૭ લાખની મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થયેલ. ૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષમાં કોવિડ મહામારીને કારણે વિશ્ર્વ સિંહ દિવસની પ્રત્યક્ષ ઉજવણી થયેલ ન હતી. જો કે લોકોના સિંહ પ્રત્યેના અતૂટ પ્રેમના કારણે ડીઝીટલ મિડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે સિંહ દિવસની ઉજવણી થયેલ. આ વર્ષે સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરમા પણ આ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે એક મહારેલી કાઢવામાં આવશે.
આ સંદર્ભે વન વિભાગ નોર્મલ રેન્જ, વનપ્રકતિ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ વિભાગના સહયોગથી સાવરકુંડલા ખાતે આવતીકાલે સાવરકુંડલા શહેરમાં નાવલી નદી કાંઠે આવેલ નગરપાલિકા ઓપન એર થિયેટર ખાતે સવારે નવ વાગ્યે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ સંદર્ભે તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ આ મહારેલીમાં સવારે નવ કલાકે ઉપસ્થિત રહેવાં વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા આર. એફ. ઓ. ચાંદુ સાહેબ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા બીઆરસી ભવનના બી.આર. સી. કોર્ડિનેટર સહિત તમામ લોકોએ આ મહારેલીમાં સામેલ થવા હાર્દિક અપીલ કરી છે
Attachments area
|
|
|


