ઉના શહેરમાં મહીલા સંચાલીત ભુતડાદાદા ગરબી મંડળમાં એ સી ગ્રુપ દ્વારા નવરાત્રિના પાચમાં નોરતે ડીજે ના તાલે ગરબા તેમજ ક્ષાત્રત્વ તલવારબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબી મંડળના જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તેમજ કોળી સેના ગીરસોમનાથ તથા જુનાગઢ જીલ્લા પ્રમુખ દીપાબેન બાંભણીયા, મુક્તાબેન બાંભણીયા તેમજ મનોજભાઈ બાંભણીયા એ સી ગ્રુપ દ્વારા અમદાવાદના નિકીતાબા રાઠોડ જે દીકરીઓને તલવારબાજીની ટ્રેનિંગ આપે છે તેઓને ભુતડાદાદા ગરબી મંડળ ખાતે ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપની દીકરીઓની ટીમને બોલાવવામાં આવી હતી.
આ ગરબી ચોકમાં સમગ્ર દેશની તથા શહેર અને તાલુકાની મહિલાઓ, દીકરીઓને તલવારબાજીનો રાસ રમી ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. તલવારબાજી નિહાળવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

