ઊનાના સનખડા કન્યા પ્રા. શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી. શાળાના 63 વર્ષ પૂર્ણ થતા 64 માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અને નવનિર્મિત પ્રાર્થના ખંડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શાળાની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળામાં નવરાત્રિના સમૂહ ગરબા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામનાં જીલ્લા પંચાયત સદસ્ય વીરાભાઈ ઝાલા, સીએમસી સમિતિના સભ્યો, મધ્યાહન ભોજન સંચાલક, વાલીઓ, યુવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકોની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તેમજ માણેકપુર ગામની પ્રા.શાળામાં બાળકો વિશાળ ગ્રાઉન્ડમાં ડીજેના તાલે ગરબે રમી ઝુમી ઉઠ્યા હતા. જેમાં બાળકોએ અનેરો આનંદ માણ્યો હતો..

