જૂનાગઢ જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર માણાવદર આઈટીઆઈ ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ ના રોજ ભરતી મેળો યોજાશે.
એલઆઈસી ઓફ ઇન્ડિયા જૂનાગઢ ખાતેના એકમ માટે એડવાઈઝર ની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદા તેમજ ધોરણ ૧૦ પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકો એ આઈ.ટી.આઈ. કેમ્પસ માણાવદર ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/accounts/signup પરથી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગઈન કરીને પોર્ટલ પર જોબ ફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
