ઊનાના સનખડા ગામે બાવળ નીચે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ રકમ સાથે પાંચ શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભીમ કાળુ જાદવ, વનરાજ કરશન ગોહીલ, કાનજી અરજણ વાઘેલા, બીપીનસિંહ દોલુભા રાઠોડ તેમજ ભરત ઉર્ફે બલી અરજણ ઝાલા રહે. સનખડા ગામમાં બાવડના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ સહીત રૂ.૧૧,૩૭૦નો મુદામાલ સાથે પાંચ શખ્સોને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


