Gujarat

ઊનાના સંજવાપુર ગામના સન્નિષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષકનો વયનિવૃતિ બદલ સન્માન કરાયા.

ઊનાના સંજવાપુર ગામના સન્નિષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષક બી કે સોલંકીનો વયનિવૃતિ સન્માન સમારોહ ઉજવાયો હતો. જેમાં ગામના સરપંચ જાદવભાઇ સોલંકી, ઉપસરપંચ કરશનભાઇ રામ, પંચાયત સદસ્યો, એસ એમ સી સભ્યો અને શાળા પરીવાર દ્રારા આભાર વ્યક્ત કરી ૧૯૮૫થી શિક્ષકની ફરજ પર સારી કામગીરી બદલ સન્નિષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષક બી કે સોલંકી વયનિવૃત થતાં સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. આ નિવૃત થયેલા શિક્ષકના ફરજ દરમ્યાન ચાલીસ વિદ્યાર્થી ભાઇ બહેનો સરકારી નોકરી મેળવી ચુક્યા હોય જેમાં આર્મી, પોલીસ, ફોરેસ્ટ, શિક્ષકોથી માંડી ના.મામલતદાર, એમ બી બી એસ ડોક્ટર તથા ક્લાસ ટુ અધિકારીનો સમાવેશ થાય છે.

-સન્નિષ્ઠ-અને-કર્મનિષ્ઠ-શિક્ષકનો-વયનિવૃતિ-સન્માન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *