ઊના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ગરાળ ગામના પાટીયા પાસે એક ટ્રક ઉના તરફ આવી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રક ચાલકનું સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રસ્તાની સાઈડમાં ટ્રક ઉતરી જતાં ધડાકા ભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માત દરમ્યાન કોઈ જાનહાની થઇ ન હતી. અને ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવો થયેલ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ટ્રકનાં આગળનાં ભાગનો મોરાને નુકસાન થયેલ જોવા મળેલ છે.

