Gujarat

એક તરફ રાહુલ ગાંધી ભરતજોડો યાત્રા લઈને નીકળ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓને લઈ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી છે, 

આજે આ યાત્રા દાહોદ જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી હતી અને છોટાઉદેપુર નગરમાં પહોંચી હતી, યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં નીકળેલી આ પરિવર્તન યાત્રામાં છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ અને પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવા સાથે છોટાઉદેપુર યુથ કોંગ્રેના યુવાનો  મોટી સંખ્યામાં જોડાયા હતા,યાત્રા નગરના સરદાર બાગ પહોંચી હતી જ્યા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા પણ જોડાયા હતા અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા અને ત્યાંથી આંબેડકર ચોક સુધી યુથ કોંગ્રેસની મશાલ યાત્રા કાઢવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલે મીડિયાને આપેલા નિવેદનમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરી આગામી વિધાનસભામાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220926-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *