Gujarat

ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન – ઇઝરાયેલ પધ્ધતિથી થાય છે સર્જરીઓઃ આધુનિક કિંમતી સાધનોથી દર્દીઓના થાય છે ઓપરેશનો

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં ૩૦૦૦થી પણ વધુ સર્જરી થાય છે.  એક મહિનામાં ૨૫૦થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે. ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિથી સર્જરીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોથી ગરીબ દર્દીઓના ઓપરેશનો થાય છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, ફેક્ચર, હાડકા ઇન્ફેક્શનની રસી સહિતની વિવિધ સારવાર કરવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો.પાલા લાખણોડા સહિતની ટીમ દ્વારા રશિયન અને ઇઝરાયેલ પધ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડો.પાલાએ જણાવ્યું હતું કે, ઓર્થોપેડીક વિભાગમાં ઘણા પ્રકારના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. ખાસ તો એ કે, સિવિલમાં પેલ્વીસ હાડકા(થાપાની સર્જરી) ઓપરશેન પણ કરવામાં આવે છે.

        સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો.ભાવિન કાવડિયા, ડો.પ્રતિક ગોહિલ, ગોવિંદ બરનેવાલ, પ્રિયાંક બગથરિયા, અરમીશ સોની અને પ્રતિક ટાંકની ટીમ દ્વારા હાડકામાં ઇન્ફેક્શનની રસીની સારવાર,  ટૂંકા પગને લાંબા કરવાની સારવાર, ખોડ-ખાપણની સારવાર, લાંબા સમયથી ના જોડાતા ફેક્ચરની સારવાર,  હાડકામાં જગ્યા હોય તો તેની સારવાર અને હાડકાની સાદી ગાંઠ કાઠી, હાથ-પગ સહિતની સારવાર આપવામાં આવે છે. જેમાં છેલ્લા ૬ મહિનામાં રશિયન પધ્ધતિથી ૨૦ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અદ્યત્તન સાધનો વડે વર્ષના ૩૦૦૦થી વધુ ઓપરેશન કરવામાં આવે છે.

JND-CIVIL-SARJARI-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *