મકસુદ કારીગર,કઠલાલ
નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર,સરકારી આયુર્વેદ હોસ્પીટલ કપડવંજ,સીનિયર સીટીઝન કલબ તથા નગરપાલિકા કઠલાલ તેમજ અંધજન મંડળ નડિયાદ ના સહયોગથી કુમાર પ્રાથમિક શાળા કઠલાલ ખાતે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 થી વધુ લોકોએ પોતાના આરોગ્યની તપાસ કરાવી યોગ્ય સારવાર મેળવી હતી. અને અવાર-નવાર આવા કેમ્પનું આયોજન કરવામાં આવે તો નાગરિકોને આરોગ્ય સંબંધી સમસ્યાઓ ની જાણકારી મળી શકે અને ત્યાં નિદાન પણ થઈ શકે.આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન થોરી અને ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમા યોજાયો હતોજેમાં આયુર્વેદ તથા હોમીઓપેથી તપાસ,ડાયાબિટીસની તપાસ , આંખની તપાસ, યોગ માર્ગદર્શન અને પ્રકૃતિ પરીક્ષણ તેમજ ચાર્ટ પ્રદર્શનની સેવા આપવામાં આવી.જેમાં હોમિયોપેથી ડોક્ટર તરીકે ડો.જીગ્નેશ શાહ, ડો.નીરજ શાહ તેમજ આયુર્વેદ ડૉક્ટર તરીકે વૈદ્ય ધવલ પઢિયાર,વૈદ્ય રાગ્નેશ દેસાઈ,વૈદ્ય રાજેશ ગઢીયા,વૈદ્ય જયવિરેન્દ્ર ઝાલાએ સેવા આપેલ હતી.આ કેમ્પમાં આયુર્વેદ-
હોમિયોપેથી નિદાન-સારવાર
ડાયાબિટીસ સારવાર,સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન,યોગ માર્ગદર્શન,પારિભદ્ર પેય,
અમૃતપેય પણ આપવાની કામગીરી કરવામાં આવી હતી.


