રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ખાડા વિસ્તાર માં રહેતા નાગરિકો દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે અલગ-અલગ બાબતોએ આવેદન પત્રઆપવામાં આવ્યું. જેમાં જણાવ્યા મુજબ કઠલાલમાં ખાડા વિસ્તારમાં આશરે 400 પરિવાર આશરે 70 થી 80 વર્ષ થી વસવાટ કરે છે.જેમાં કઠલાલ ગ્રામપંચાયત મા આવેલ સીટી સર્વે પહેલા આ મકાનો ને આકરણી તથા મકાન નંબર પડેલ છે.જ્યારે સીટીસર્વે મા 1988 મા લાગુ પડ્યું તે સમય પહેલા થી અહીં સર્વે નંબર વાળી જમીન પર બાંધકામ કરવામાં આવેલ મકાનો કાયદેસર કરી ને આપના પરિપત્ર તથા નિયમ મુજબ કાયદેસર કરી કબજા મુજબ માપણી કરી આપવા જેવી બાબતો નો લઇને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


