Gujarat

કઠલાલ ના લક્ષ્મીપુરા પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક ફીટીગ નું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે કઠલાલ શહેરના મંગળીયાવાડ સ્થિત લક્ષ્મીપુરા પ્રાથમિક  શાળા અને આંગણવાડીના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક ફીટીગ નું ખાતમુહૂર્ત કરવાં માં આવ્યું.
આ પ્રસંગે કઠલાલ ના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શનાભાઇ સોઢા પરમાર, કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ ગગાભાઇ બારૈયા, કઠલાલ તાલુકા કૉંગ્રેસ ઉપપ્રમુખ કલ્યાણસિંહ ડાભી, કઠલાલ કોંગ્રેસ શહેર લઘુમતી સેલ ના પ્રમુખ  વિલાયતહુસેન કારીગર,  નગર સેવક ગણપતસિંહ પરમાર,  ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને ચૂંટણી menifesto ના સદસ્ય  નિમેષભાઇ ભટ્ટ, શાળાના આચાર્ય  શીલાબેન પરમાર, જયેશસિંહ બારૈયા, મહેશભાઇ પરમાર તથા રાયસંગભાઇ બારૈયા  ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવાય તેવા શુભ હેતુથી શાળામાં સુંદર વાતાવરણ ઉભુ કરવાના  અભિગમથી  લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં  વિકાસના કામ અથેં શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોકનું ફીટીંગ્સના કામ માટે ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ તેઓની ગ્રાન્ટમાંથી રકમ ફાળવી તે બદલ શાળાના તથા આંગણવાડીના શિક્ષકગણ તથા સંચાલકોએ ધારાસભ્ય કાળુસિંહ ડાભીનો આભાર વ્યકત કર્યો હતો.

IMG-20220825-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *