Gujarat

કડીના નદાણા ગામ પાસેથી શિકાર કરવા જતા ઈસમને બંદૂક સાથે ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા એસઓજીની ટીમ કડી પંથકમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન નદાણા ગામની સીમમાં આવેલ તળાવ નજીક બાવળોની ઝાડીઓમાં કોઈ ઈસમ શિકાર કરવાના ઇરાદે દેશી બંદૂક સાથે ફરતો હોવાની બાતમી એસઓજી ટીમના માણસોને મળી હતી. જ્યાં બાતમી વાળી જગ્યા પર જઈને ટીમે કોર્ડન કર્યા બાદ બંદૂક સાથે ફરી રહેલા સિંધી દીલાવર મહમદ નામના ઇસમને ઝડપી તેની પાસે રહેલી બંદૂક લઇ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણાના કડી પંથકમાં ગામડાઓની સીમમાં શિકાર કરવા બંદૂક લઈને ફરતા એક ઇસમને અગાઉ મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે ઝડપી લીધો હતો. ત્યારબાદ તાલુકામાં આવેલા નદાણા ગામની સીમમાં પણ દેશી બંદૂક લઈને બાવળની ઝાડીઓમાં શિકાર કરવાના ઇરાદે ફરતા એક ઇસમને એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો.

S.O.G-Mehsana.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *