Gujarat

કલ્પવૃક્ષ     

કલ્પવૃક્ષ કે કલ્પતરૂ તરીકે ઓળખાતા વૃક્ષનું વર્ણન પુરાણોમાં એક ઈચ્છાપૂર્તિ કરનાર દિવ્યવૃક્ષ તરીકે કરવામાં આવેલ છે.કલ્પવૃક્ષ સમુદ્રમંથન સમયે ચૌદ રત્નોમાંનું એક છે,એવું માનવામાં આવે છે કે જ્યારે આ વૃક્ષ સમુદ્રમંથનમાંથી બહાર આવ્યું ત્યારે તે દેવરાજ ઇન્દ્રએ સ્વર્ગના ઉપવનમાં આ વૃક્ષની સ્થાપના કરી.પદ્મપુરાણ મુજબ પારિજાત એ જ કલ્પતરૂ છે,આ વૃક્ષ પુષ્કળ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે.

એક ઘનઘોર જંગલમાં કલ્પવૃક્ષનું વૃક્ષ હતું,જેની નીચે બેસીને જે કોઇ ઇચ્છા કરવામાં આવે તે તુરંત પુરી થઇ જતી હોય છે.ઘનધોર જંગલમાં જવાની કોઇ હિંમત કરી શકતું ન હતું તેથી આ કલ્પવૃક્ષ વિશે ઘણા ઓછા લોકોને ખબર હતી.

એકવાર સંયોગવશાત એક વ્યાપારી આ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે બહુ જ થાકી ગયો હતો તે આ કલ્પવૃક્ષ નીચે આરામ કરવા માટે બેસે છે,તેને ખબર પણ ના પડી કે ક્યારે તેને ઉંઘ આવી ગઇ. જાગતાંની સાથે જ તેને ભૂખ લાગે છે,આસપાસ જોઇને વિચાર કરે છે કે કાશ..કંઇક ખાવાનું મળી જાય તો..! તત્કાલ સ્વાદિષ્ટ પકવાનોથી ભરેલી થાળી હવામાં તરતી તરતી તેની સામે આવી ગઇ.

વ્યાપારીએ પેટભરીને ખાધું અને ભૂખ શાંત થતાં વિચારવા લાગ્યો કે જો કંઇક ઠંડુ પીણું મળી ગયું હોત તો..તત્કાલ તેની સામે હવામાં તરતાં અનેક શરબત આવી ગયા,શરબત પીધા પછી તે આરામથી બેસીને વિચારવા લાગ્યો કે હું સ્વપ્ન તો નથી જોઇ રહ્યો? આ રીતે આકસ્મિક અવકાશમાંથી ખોરાક અને ઠંડા પીણા પ્રગટ થતા તો મેં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી.ચોક્કસ આ વૃક્ષ ઉપર કોઇ ભૂત રહેતું હશે જે મને ખવડાવી-પીવડાવીને પછી મને જ ખાઇ જશે..આવું વિચારતાં જ તત્કાળ તેની સામે એક ભૂત આવે છે અને તેને ખાઇ જાય છે.

આ પ્રસંગ અમોને એ પ્રેરણા આપે છે કે અમારૂં મન મસ્તિષ્ક જ ઇચ્છાપૂર્તિરૂપી કલ્પવૃક્ષ છે.જે ચીજવસ્તુઓની પ્રબળ કામનાઓ કરીએ છીએ તે આપણને અવશ્ય મળે છે.મોટાભાગના લોકોના જીવનમાં ખરાબ ચીજો એટલા માટે મળે છે કારણ કે તેઓ ખરાબ ચીજવસ્તુઓની કામના કરતા હોય છે.માનવી મોટાભાગે એવું વિચારે છે કે વરસાદમાં પલડી જવાથી હું બિમાર ના થઇ જાઉં? અને તે બિમાર પડી જાય છે.માનવ વિચારે છે કે મારૂં કિસ્મત જ ખરાબ છે અને ખરેખર તેનું કિસ્મત ખરાબ બની જાય છે.

આમ અમારૂં અચેતન મન જ કલ્પવૃક્ષની જેમ અમારી ઇચ્છાઓને ઇમાનદારીથી પૂર્ણ કરે છે એટલે અમારે અમારા મનના વિચારોને સાવધાનીથી પ્રવેશ આપવાનો છે.મનમાં આવતા વિચારો જાદુગર જેવા હોય છે તેને બદલીને અમે અમારૂં જીવન બદલી શકીએ છીએ એટલે હંમેશાં સકારાત્મક વિચારો કરવા જોઇએ.

અમે અંર્તમનથી જેવું વિચારીએ છીએ તેવી બહારની દુનિયા દેખાય છે.અમારા વિચારો જ દરેક ચીજવસ્તુઓને સુંદર કે ખરાબ બનાવે છે.સમગ્ર સંસાર અમારી અંદર સમાયેલો હોય છે.તમામ ચીજ વસ્તુઓને પારખવાની જરૂર છે.મન વિચારોનું નામ છે.જો અમારા વિચારો શુધ્ધ અને ૫વિત્ર છે અને અમોને તેના ઉ૫ર દ્રઢ વિશ્વાસ છે તો ૫છી તે હલી શકતા નથી.

માણસ નવરો હોય ત્‍યારે ચિંતા કર્યા કરે છે માટે મનને સતત સેવા સુમિરણ સત્સંગમાં વ્‍યસ્‍ત રાખો. બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ.Confusion is the Chief Cause of Worry. ક્ષુદ્ર-દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે ૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.

     મનના ભાવો,વિચારો,ચિંતન અને મનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે. માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે.આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ.મન બદલાય તો સ્વભાવ બદલાય છે,વિચાર બદલાય છે અને વિચારો બદલાતાં જ જીવન જીવવાની રીત આપોઆ૫ બદલાઇ જાય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *