Gujarat

કાર્યક્રમમાં જામનગર અને દ્વારા જિલ્લાના ૮૯ ખેડૂતોએ ભાગ લીધો  

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ જેટલા અધિકારીશ્રીઓ મળીને કુલ ૯૯ લોકોએ સક્રિય ભાગ લીધેલ હતો. 

આ કાર્યક્રમમાં અમદાવાદથી આવેલા વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને જમીનમાં જળ સંચયની રીતો, જમીનમાંથી જળ શોધવાની વૈજ્ઞાનિક અને કોઠાસૂઝની વિવિધ પદ્ધતિઓ, ભૂગર્ભ જળની, ગુણવત્તા, ઊંડાઈ અને જથ્થો કેવી રીતે જાણી શકાય તે માટેની વિવિધ ટેકનીક જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં જ ખેડૂતોને વરસાદ માટેના અનુમાનો તેમાં જ વાતાવરણમાં થતા કાયમી ફેરફારો માટે DAMU પ્રોજેક્ટ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી હતી.  ખેડૂતો સાથે વૈજ્ઞાનિકોએ સીધો સંવાદ કરી જળ સંચય, પાણી શોધવા માટેના  વિવિધ દેશી નુશખાઓમાં મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે રીતે ગોષ્ઠી કરવામાં આવેલ હતી.  આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા ખેડૂતોને “ક્વોલીટી સીડ ગ્રોવર્સ” જેવા એક માસના તાલીમ કાર્યક્રમથી તૈયાર કરેલ સ્કીલડ ખેડૂતોને સર્ટીફીકેટ એનાયત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, જામનગર; શ્રી એ. વિ. સાવલિયા, શ્રીમતિ એ. કે. બારૈયા, શ્રી એચ. એસ. ગોધાણી, શ્રી એન. ડી. આંબલીયા વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

krishi-vigyan-kendra-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *