Gujarat

કેશોદના શેરગઢમાં દોઢ મહિનામાં ૨૮ ગૌધનના મોત

કેશોદ
કોરોના વાયરલે માનવ જાતને વિચલીત કરી દીધી હતી. લોકોના મોત થવા લાગ્યા હતા તેમાં થોડી રાહત મળી તો હવે લમ્પી વાયરસ થકી પશુઓમાં જાેખમ વધ્યું છે ત્યારે કેશોદ ના શેરગઢ ગામમાં દો઼ઢ મહિનામાં લમ્પી વાપરસ થી ૨૮ ગૌધનના મોત નિપજ્યાં છે. જયારે ૧૦૦ જેટલાં પશુઓને વાયરસ ની અસર જાેવા મળતાં તેમની સારવાર ચાલી રહી છે. જેને લઈ પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. જયારથી લમ્પી વાયરસ ફેલાવવાનો શરૂ થયો ત્યારથી ગૌ સેવકો દ્વારા આ રોગ ફેલાતો અટકાવવા રેઢીયાળ ગૌધન ને રસીકરણ કરવું, આયુર્વેદિક ઉપચાર કરવો જેવી નિસવાર્થ સેવા કરવામાં આવી રહી છે. હવે જયારે ગૌધનના મોતનું પ્રમાણ વધ્યું છે ત્યારે પશુપાલકો અને ગૌસેવકો દ્વારા કોઈપણ સંજાેગે ગૌધનને બચાવવા પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે શેરગઢ ગામના તા. પં. સદસ્ય મહેશભાઇ છેલાવડા, પશુ ડોકટર રીધમભાઈ વિરાણી તેમજ સાગરભાઈ ડોબરીયા દ્વારા ગામના ધુન મંડળ ના આર્થીક સહયોગ થી આઇસોલેશન સેન્ટર ચાલું કર્યું છે. જેમાં ગૌધનની સારવાર અપાઈ રહી છે. આ યુવકો દ્વારા જે ગૌધનનું મોત થાય છે તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. શેરગઢ સરપંચ મોહિતભાઈ દયાતરે જણાવ્યું કે ૧૦૦ ગૌધનની લમ્પી વાયરસની સારવાર ચાલી રહી છે. જયારે ૩૦ ના મોત નિપજયાં છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *