Gujarat

કોંગ્રેસ પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે ઃ રૂપાણી

ગાંધીનગર
કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરાયેલા ૫૦૦ કરોડના ભ્રષ્ટાચાર ના આક્ષેપનો મુદ્દે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસ ના નેતાઓને નોટિસ મોકલી છે અને ૧૫ દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો. રાજકોટ-અમદાવાદ રોડ પર કુવાડવા પાસે આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સામે મામલે બદનક્ષીનો દાવો કરવાની નોટિસ કોંગ્રેસના નેતાઓને ફટકારી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી છે અને કહ્યું છે કે જે ૫૦૦ કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે મામલે કોંગ્રેસ ૧૫ દિવસમાં પુરાવા રજૂ કરે અથવા ૧૫ દિવસમાં લેખિતમાં માફી માંગે, આરોપ પરત ખેંચે નહીં તો તેઓ બદનક્ષીનો દાવો કરશે. આ મુદ્દે આ અગાઉ નીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશ્નરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી હતી. રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા અને અંગત મદદનીશ સામે બદનક્ષીની લેખીત ફરિયાદ કરી હતી.

vijay-rupani-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *