આણંદ
ગત વર્ષની બીજી લહેર ખૂબ ઘાતક બની હતી. અત્યારની સ્થિતિએ કેસ ઘણાં ઓછા હતા છતાં હોસ્પિટલો પેશન્ટથી ઊભરાઇ હતી અને સ્મશાનમાં અગ્નિદાહ માટે લાઇનો પડતી હતી. અત્યારે કૂદકે ને ભૂસ્કે કેસ વધી રહ્યા છે હાલનો કોરોનાનું સંક્રમણ જલ્દી ફેલાય છે પરંતુ ૯૫ ટકા કિસ્સામાં દર્દી ઘરે રહીને બે કે ત્રણ દિવસમાં સાજાે થઇ જાય છે. ઉપરાંત વેકિસન પણ રામબાણ બની રહી છે. હાલ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટમાં સ્વસ્થ દર્દીને ખાસ કોઇ નુકસાન થતું નથી. તે મોટાભાગે ઘરે રહીને સાજાે થઇ જાય છે. પરંતુ જે દર્દીઓ કોમોર્બિડિટીવાળા છે તેમણે વિશેષ ધ્યાન રાખવું જાેઇએ. તેમણે તબીબોની સલાહ મુજબ જ વર્તવું જાેઇએ. કોરોનાના અન્ય દર્દીઓએ પણ હોમ આઇસોલેશનમાં રહેવું જાેઇએ જેથી ચેપ ફેલાય નહીં. હાલનો ઓમિક્રોન વેરિયન ગત વર્ષે જાેવા મળ્યો હતો તેના કરતાં સાવ અલગ છે. હાલમાં પણ દર્દીઓ આવી રહ્યા છે પરંતુ હોમ આઈસોલેશનમાં રહેતા હોય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, કોઇએ ગફલતમાં રહેવું જાેઈએ નહીં. કેસ વધુ છે પરંતુ સામાન્ય જનજીવન પર તેની અસર નથી તેનું એક કારણ વેક્સિનેશન ઉપરાંત મોટાભાગના લોકોમાં શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે. ઓમિક્રોન વર્ઝનમાં દર્દીને બે દિવસ તાવ, શરદી, માથું દુખવા જેવી ફરિયાદ રહે છે. આ સ્થિતિમાં સામાન્ય દર્દીને ઘરે બે દિવસ સારવાર કરાવવાથી તે મટી જાય છે. જાેકે હવે ભવિષ્યમાં જે વેરિયન્ટ આવશે તેના વિષે કઈ કહી શકાય નહી. અન્ય યુરોપિયન દેશોમાં જે રીતે માસ્ક નહી પહેરવાની જાહેરાત કરી દીધી છે, તે ખોટુ છે. તમે વેક્સિન લીધી હોય, પરંતુ માસ્ક ન પહેરો તો પણ તમને કોરોના થવાનો ખતરો રહે જ છે.


