Gujarat

હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળતા અફડા-તફડી

સુરત
સુરતના હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. વધુ એક લક્ઝરી બસમાં આગની ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. જાેત જાેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. જાેકે કોઈ જાનહાની નોંધાય ન હતી. પાર્ક કરેલી બસમાં આગ લાગ લાગી ગઈ હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ઇન્ડસ્ટ્રીના ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે દોડી આવતા ગણતરીના કલાકોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. જાે કે કોઈ જાનહાનિ ન નોધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સંપત સુથાર (અડાજણ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે ૧૧ઃ૨૦નો હતો. બસમાં આગ લાગી હોવાની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જવા નીકળી ગયા હતા. ૨૮ મિનિટમાં પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડ ભડ સળગી રહી હતી. પાણીનો મારો ચલાવી બસની આગને કાબૂમાં લીધી હતી. જાેકે આગ ક્યા કારણે લાગી તે જાણી શકાયું ન હતું.

Another-bus-caught-fire-in-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *