નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં જીલ્લા વાસીઓએ ઉત્તરાયણ પર્વ અને વાસી ઉત્તરાયણ પર્વ કોરોનાની ગાઈડ લાઈનને નેવે મૂકી મનાવ્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેરેસ પર સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકેલો તેમ છતાં લોકો મોડી રાત સુધી સ્પીકર પર નાચતા નજરે પડ્યા હતા. તો વળી આ બે દિવસો દરમિયાન મોડી સાંજે ક્યાંક હોટલોમાં પણ ભીડ જાેવા મળી હતી. જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત કોરોનાની ગાઈડ લાઈનના લીરે લીરા જાેવા મળ્યા હતા. આ રીતે તહેવાર મનાવતાં આવનાર દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યા વધે તો નવાઈ નહી.ખેડા જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, ગઈકાલે ૫૯ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઈ છે. કોકે, જિલ્લામાં આજે તેમાં ઉછાળો આવે તો નવાઈ નહી. કારણ કે લોકો કોરોનાનું ભાન ભૂલી તહેવારને મનાવ્યો છે. માટે હવે ઉત્સવ આફતમાં પરીણમશે તેવા એંધાણ સર્જાયા છે.
