છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તીર કમાન એ અહીં વસતા આદિવાસીઓનું પારંપારિક શસ્ત્ર છે,અને તેને લઈ આદિવાસીઓમાં તીરંદાજી નું કૌશલ્ય એ તેમને વારસામાં મળ્યું છે, તાજેતરમાં નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની તિરંદજીની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર ની એસ એફ હાઈસ્કૂલ ના 9 તિરંદાજો અલગ અલગ કેટેગરી માં વિજેતા બન્યા હતા અને હવે રાજ્ય કક્ષાએ યોજાનાર તિરંદાજીની સ્પર્ધામાં પોતાના આ કૌશલ્ય થકી પોતાની તીર નિશાને મારવા માટે ની પ્રેક્ટિસ કરી રહ્યા છે, છોટાઉદેપુર ની એસ એફ હાઈસ્કૂલ ખાતે તિરંદજીના કોચ દિનેશભાઇ ડુંગરા ભીલ દ્વારા આ તિરંદાજોને યોગ્ય તાલીમ અને માર્ગ દર્શન આપવામાં આવી રહ્યું છે, પોતાને મળતા સમય દરમિયાન તેઓ હાઈસ્કૂલના મેદાનમાં તિરંદજીની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને રાજ્યકક્ષાએ પણ વિજેતા થઈને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


