રિપોર્ટર – મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ખોખરવાડા મુકામે યુવાનો અને આવનાર પેઢી સરકારી પરીક્ષાઓમાં સારી રીતે તૈયારીઓ કરી શકે તેવા ઉદેશ્યથી રોયલ એકેડેમી ના સૈફ ખોખર દ્વારા પ્રેરણાનું ઝરણું કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થનાર વક્તાઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એકેડેમી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંપૂર્ણ સહકાર આપશે તેવી બાહેધરી આપી હતી.અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરી શકે તે બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામના સરપંચ માજીદભાઈ ખોખર,ઉપસરપંચ ફરજનભાઈ ખોખર તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોયલ ગેસ એજન્સીના હુસેનભાઇ ખોખર ઇન્તેકાબભાઈ અને સહેજાદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.


