*નામ સ્મરણ માત્રથી ભગતોના દુઃખ દૂર કરનારી જગત જનની માં ખોડલના પ્રાકટ્ય દિન*
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે
મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડીયાર માતાજીના મંદિરે દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવે છે અને ભવ્ય શોભાયાત્રા તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી ના કારણે શોભાયાત્રા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવતું નથી અને સરકારી નીતિ નિયમ મુજબ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને ખોડિયાર મિત્ર મંડળ દ્વારા માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અંબાજીના ધર્મપ્રેમી જનતા માતાજીના દર્શને ઉમટી પડી હતી માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી દિવસ દરમિયાન વાતાવરણ અંબાજીનું ભક્તિમય બની ગયું હતું
@@ *મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે* @@
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

