આલેખન-પારૂલ આડેસરા
જૂનાગઢ તાલુકાના માંગરોળ તાલુકાના અંતરિયાળ ગામ જરીયાવાડાના વતની ફાતમાબેન બેલીમને છાતીમાં અસહય દુઃખાવો રહેતો હતો. જેથી તેઓએ પ્રાથમિક તબીબી તપાસ કરાવતા તેઓને હ્દયની બિમારી આવી. જેનો ઇલાજ હતો બાયપાસ સર્જરી. તેઓની આર્થિક પરિસ્થિતી નબળી હતી. એવામાં તેમને મદદે આવે છે સરકારશ્રીની મા-પી.એમ.જે.એ.વાય યોજના. જેના થકી તેઓએ વિનામૂલ્યે બાયપાસ સર્જરી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કરાવીને સ્વસ્થ જીવન પ્રાપ્ત કર્યુ હતું.
લાભાર્થી બેલીમ ફાતમાબેન કાસમખાના પુત્ર અસલમખાભાઈ જણાવ્યું હતું કે તેમની માતાએ રાજકોટની એચ.સી.જી હોસ્પિટલમાં મા-પી.એમ.જે.એ.વાય યોજના હેઠળ સારવાર કરાવી હતી. તેમની માતાની તબીયત હવે બહેતર છે. તેમને સારવાર દરમિયાન કોઇ તકલીફ પડી ન હતી. હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધા, સાધનો હતા. આ યોજના ગરીબ દર્દીઓ માટે ખૂબ લાભકારક છે. તેઓ બાયપાસ સર્જરી કરાવી શકે તેવી તેમની પરિસ્થિતિ ન હતી. મુખ્યમંત્રી યોજના હેઠળ મા-કાર્ડ નીકળ્યું છે તે કામ ખૂબ સરસ છે.
તેઓને બાયપાસ સર્જરી માટે બે – ચાર લાખનો જે પણ ખર્ચ થયો હતો, તે તેઓ વતી સરકારશ્રીએ ખાનગી હોસ્પિટલને ચૂકવ્યો હતો. આમ બિમાર ગરિબ દર્દીઓ માટે સરકારની મા સહિતની યોજનાઓ ખૂબ ફાયદાકારક છે.


