Gujarat

૭ દિવસીય એડવેન્ચર કોર્ષ નવેમ્બર માસમાં યોજાશે

રાજયના ૮ થી ૧૩ વર્ષની વય ધરાવતા બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલીવે, તે હેતુથી રાજય સરકાર દ્રારા એડવેન્ચર કોર્ષની તાલીમ ૭  દિવસ માટે આપવામાં આવે છે.

                રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્રારા રાજય સરકારના ખર્ચે ૭ દિવસનો એડવેન્ચર કોર્ષ આગામી નવેમ્બતર-૨૦૨૨ના જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે.

                એડવેન્ચર કોર્ષ માટે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનું પુરૂ નામ, સરનામું, જન્મ થયાનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક, NCC/NSS, રમતગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રકની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પહેલો માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ, જિ. જૂનાગઢને તા.૧૪/૧૦/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.

                શિબિર દરમિયાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્રારા આપવામાં આવશે. આ એડવેન્ચર કોર્ષ માટેના ફોર્મ દરેક જિલ્લાની રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા ફેસબુક ID – Dso Junagadhcity પરથી મળી રહેશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર દ્રારા/મોબાઇલ/ઇ-મેઇલ દ્રારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા રમત ગમત અધિકારી, જુનાગઢ મારફત જાણ કરવામાં આવશે.

                આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ ઓફિસ નંબર -૦૨૮૫ ૨૬૩૦૪૯૦ તેમજ ઇમેઇલઃ- dsojunagadhcity20@gmail.com ઉપર સંપર્ક કરવો. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *