Gujarat

ગીરગઢડા પોલીસ અને સીમાસુરક્ષા બળના જવાન વચ્ચે હાથાપાઇના લાઇવ દ્રશ્યો સર્જાયા…. જવાન કેફી પીણુ પીધેલ હાલતમાં બાઇક ચલાવતા પોલીસે રોકાવતા મામલો બિચક્યો..

ઊના – ગીરગઢડા પોલીસ કર્મી અને સીમાસુરક્ષા બળના જવાન વચ્ચે હાથાપાઇ થયાનો લાઇવ દ્રશ્યો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતો. ગીરગઢડા બસસ્ટેશન પોલીસ બાઇક ચાલકને રોકાવતા પોલીસ અને સીમા સુરક્ષા દળના જવાન વચ્ચે મારામારી થવા પામેલ બાદમાં ત્રણ ચાર પોલીસ કર્મચારીઓ આ જવાનને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. સીમા સુરક્ષાદળ જવાન પણ કેફીપીણુ પીધેલ હાલતમાં હોય અને બેફામ ગાળો કાઢતો હોવાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં ભારે વાયરલ થયેલ આ સમગ્ર ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. આ બાબતે ગીરગઢડા પોલીસે શખ્સ સામે ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલાળા રહેતો અરવિંદ વાલજીભાઇ વાળા ઉ.વ.૨૮ પોતે બુલેટ બાઇક નં. જીજે ૦૩ એચ પી ૬૪૬૪ પર ઉના તરફથી જતો હોય એ દરમ્યાન ગીરગઢડામાં બે નંબર બસ સ્ટેશન ચોક પાસે રોડ પર  આ શખ્સ બાઇક આડા અવળુ ચલાવતા પોલીસને નજરે પડતા તાત્કાલીક પોલીસે શખ્સને બાઇક રોકાવી બાઇક સરખુ ચલાવવા કહેતા કેફી પીણુ પીધેલ હાલતમાં હોવાથી પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગેલ અને બેફામ ગાળો કાઢવા લાગતા પોલીસ અને સીમા સુરક્ષા બળના જવાન હાથાપાઇ થવા લાગતા રસ્તા પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયેલા હતા. અને પોલીસે વધુ સ્ટાફ બોલાવી જવાનને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા સંજયભાઇ દેવાભાઇ ગોહીલે ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગીરગઢડામાં-પોલીસ-અને-સુરક્ષા-જવાન-વચ્ચે-મારામારી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *